૫ કારણો જે શુભ યાત્રા ફિલ્મને બનાવે છે એકદમ ખાસ.અહીં વાંચો
- Sandip Barot
- Apr 13, 2023
- 2 min read
Updated: Apr 24, 2023
સારી ગુજરાતી ફિલ્મ ની કાગડોળે રાહ જોતા ફિલ્મ ચાહકો માટે એક ખુશખબરી આવી છે. એક જબરદસ્ત ગુજરાતી ફિલ્મ શુભ યાત્રા ૨૮ એપ્રિલે રીલીઝ થઇ રહી છે. આ ફિલ્મ નું ટ્રેલર ૧૨ એપ્રિલ ના દિવસે રીલીઝ થયું.
શુભ યાત્રા ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ ની ડીટેઈલ્સ નીચે મુજબ છે
સ્ટાર કાસ્ટ | મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર, મગન લુહાર, દર્શન જરીવાલા, હિતુ કનોડિયા, મેહુલ બારોટ , ચેતન દહિયા , ભાવિની જાની |
ફિલ્મ ડીરેક્ટર | |
ફિલ્મ રાઈટર | જય ભટ્ટ , મનીશ સૈની |
પ્રોડ્યુસર | |
સિનેમેટોગ્રાફર | સ્વાથી દીપક |
સંગીત | કેદાર ભાર્ગવ |
કાસ્ટિંગ | ભાવિન પરમાર |
આર્ટ ડાયરેક્ટર | જય સિહોરા |
૫ કારણો કે જે શુભ યાત્રા ફિલ્મ એકદમ ખાસ બનાવી દે છે

૧. આ ફિલ્મ નું દિગ્દર્શન નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર મનીષ સૈની એ કરેલું છે કે જેમને એમની "ઢ" પિક્ચર માટે નેશનલ એવોર્ડ મળેલો.

૨. સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની પ્રસિદ્ધ એક્ટ્રેસ નયનતારા અને એમના પતિ અને બહુ જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર વિગ્નેશ સિવાન એ આ ફિલ્મ ને પ્રોડ્યુસ કરી છે. આમ આ ફિલ્મથી સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એ પણ ગુજરાતી ફિલ્મ ના નિર્માણ માં જંપલાવવાનું શરુ કર્યું છે જે ગુજરાતી સીનમા ના વિકાસ માટે બહુ ઉપયોગી નીવડશે.

૩ આ ફિલ્મ નું સંગીત ગુજરાત ના લોકપ્રિય મ્યુઝીક ડાયરેક્ટર કેદાર ભાર્ગવે આપ્યું છે જેમણે 20 થી વધુ ગુજરાતી ફિલ્મ્સ માટે કર્ણપ્રિય સંગીત આપ્યું છે. આ ફિલ્મ નું ટાઈટલ સોંગ આદિત્ય ગઢવી જેવા નામચીન ગુજરાતી સિંગરે ગાયું છે. એટલે જ આ ફિલ્મ ના ગીતો ફરી એકવાર આખા ગુજરાત ને એમના સંગીત ના તાલે ઝુમાવાશે એમાં કોઈ સંદેહ નથી.

૪ . આ ફિલ્મના રાઈટર જય ભટ્ટ છે કે જે લોકોના રૂંવાડા કરી નાખે અને જોનાર ને એના વશ માં કરી નાખે એવી જબરદસ્ત ગુજરાતી થ્રીલર ફિલ્મ "વશ" ના પણ રાઈટર હતા. એટલે જ તેમની એ જબરદસ્ત રાઈટીંગ નો પ્રભાવ આ ફિલ્મ માં પણ જોવા મળશે.

૫. છેલ્લું પણ બહુ અગત્યનું એ છે કે આ ફિલ્મ માં ગુજરાતી ફિલ્મો ના સૌથી સફળ ફિલ્મ એક્ટર્સ મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જર છે, આ સિવાય પણ દર્શન જરીવાલા, હિતુ કનોડિયા, ચેતન દહિયા , મગન લુહાર , હેમીન ત્રિવેદી અને ભાવિની જાની જેવા જાણીતા કલાકારો આ ફિલ્મ ને એકદમ મનોરંજક બનાવી દે છે.

તો ૧૨ એપ્રિલે આ સ્પેશીયલ ફિલ્મ નું ટ્રેલર અને ૨૮ એપ્રિલે આ ફિલ્મ આપના નજીકના સિનેમાઘરોમાં રીલીઝ થઇ રહી છે. તમે આ ફિલ્મ માટે કેટલા ઉત્સુક છો એ એમણે નીચેના પોલમાં જણાવો
How excited are you for Shubh Yatra movie?
Very excited
excited
Neutral
Not excited
Comments